હળવદ : કોઈબા(હરીપર)પ્રાથમિક શાળામાં બાળકોને સ્કુલ કીટનું વિતરણ

- text


તાજેતરમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને સ્કુલ બેગ તેમજ નોટબુક આપવામાં આવી

હળવદ : હળવદ તાલુકાના કોઈબા(હરીપર) પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને સ્કૂલબેગ તેમજ નોટબુક નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. જેના કારણે નવા નવા નિશાળે આવેલા બાળકોમાં ખુશી પ્રવર્તી ગઈ હતી.

- text

તાજેતરમાં જ ધોરણ-૧માં પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્યારે હળવદ તાલુકાના કોઈબા(હરીપર) ગામે ભરતભાઈ પ્રભુભાઈ પટેલ તેમજ નરેન્દ્રભાઈ ગણેશભાઈ પટેલ દ્વારા ગામની શાળામાં તાજેતરમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવેલા તમામ બાળકોને નિઃશુલ્ક સ્કુલ બેગ તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના થકી નવી નવી સ્કૂલ માં પ્રવેશ મેળવેલ ભુલકાઓમા આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. આ તકે શાળાના આચાર્ય મેહુલભાઈ તેમજ શાળાના સ્ટાફ દ્વારા બંને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text