મોરબી : માનસરના મેરજા પરીવારમાં પુત્રના જન્મદિવસે બહેનની પધરામણી

- text


પુત્રીજન્મની આનંદ કીલોલ સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી : પરિવારમાં ખુશીનો માહોલ

મોરબી : મોરબીના માનસર ગામે મેરજા પરીવારના આંગણે ખુશીનો માહોલ પુત્રના જન્મદિવસે ભાઈને લક્ષ્મી સ્વરૂપે બહેનની ભેટ આનંદ કીલોલ વચ્ચે મેરજા પરીવારે ડબલ ઉજવણી કરી જન્મદિવસની સાથે દિકરી વધામણા કર્યા હતા.

- text

માનસર ગામે રહેતા રજનીશભાઈ મેરજાના આંગણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આનંદ કીલોલ વચ્ચે એક સાથે બે ઉજવણીના સહભાગી બન્યા હતા. જેમા પુત્ર આર્યના જન્મદિવસે ભાઈને અનોખી ભેટ મળી હતી. ભેટ સ્વરૂપે જન્મદિવસે જ બહેનનો જન્મ થતા મેરજા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. પુત્રના જન્મદિવસની સાથે દિકરી વધામણા કર્યા હતા. આમ એક સાથે ડબલ ઉજવણી સાથે મેરજા પરીવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પુત્ર આર્ય સાથે દિકરીના જન્મદિવસની ઉજવણી કરવા પિતા રજનીશભાઈ મેરજાએ મોરબી યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં રોકડ રકમ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text