મોરબીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં વધુ એક શખ્સ ઝડપાયો

અત્યાર સુધીમાં એક પોલીસમેન સહિત કુલ 13 આરોપીની ધરપકડ કરાઈ

મોરબી : મોરબીના મકનસર ગામે નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે એક પોલીસમેન અને જીઆરડી જવાનો સહિત 12 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી હતી. ત્યારે વાંકાનેર રાતાવિરડા ગામે રહેતા વધુ એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

મોરબીના મકનસર ગામે આવેલ નવા બની રહેલા પોલીસ હેડ ક્વાર્ટરની સાઇટ પાસેથી થોડા દિવસો અગાઉ એક પરપ્રાંતિય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાદમાં પોલીસની તપાસમાં આ હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, નવા બનતા પોલીસ હેડ ક્વાર્ટરની સાઇટમાં ફરજ માટે મુકાયેલા એક પોલીસ કર્મચારી અને જીઆરડી જવાનોએ આ યુવાનની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જેમાં વાંકાનેરના રાતાવિરડા ગામે મૃતક યુવાન મોબાઈલ ચોરીમાં પડકાયો હોય અને સ્થાનિક લોકો તેને માર મારતા હોવાની જાણ થતાં પોલીસ કર્મચારી અને જીઆરડી જવાનોએ મૃતક યુવાનને ત્યાંથી અહીં લાવીને બેફામ ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ નજરે જોનાર સાઇટ પરના કોટ્રાક્ટરની ફરિયાદ પરથી પોલીસે સમયાંતરે આરોપી પોલીસ મેન, જીઆરડી જવાનો સહિત 12 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા બેચરભાઈ કુંકાભાઈ રિબડીયા ઉ.વ.38ની પણ મૃતક યુવાનની હત્યામાં સંડોવણી ખુલતા તાલુકા પોલીસે તેની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne