જીએસટીવી ન્યુઝ ચેનલ પર જુઓ રવિવારે “લવ યુ ગુજરાત” માં વાંકાનેરના રોયલ પેલેસ કહાની

- text


આવતા રવિવારે 14 જુલાઈ બપોરે 1.30 કલાકે કાર્યક્રમ પ્રસારિત થશે

મોરબી : રાજા-રજવાડાઓની પણ એક શાનો-શૌક્ત હતી. હજુ આજે પણ જૂની પેઢીના વડીલો રજવાડાંની વાતો કરે ત્યારે સાંભળનારને થોડીવાર તો વિશ્વાસ નથી આવતો કે શું આવું હોઈ શકે ખરું? ત્યારે દેશી રજવાડાઓમાના એક એવા વાંકાનેર સ્ટેટ વિશે જી.એસ.ટીવીમાં રવિવારે એક ખાસ એપિસોડ પ્રસારિત થનાર છે.

- text

વાંકાનેર એક રાજાશાહી દેશી રજવાડું હતું. જેના પર ઝાલા રાજવંશનું શાસન હતું. વાંકાનેર સૌરાષ્ટ્ર (અગાઉ કાઠિયાવાડ તરીકે ઓળખાતું)માં સ્થિત છે. મોટાભાગના શાસકો તેમના સત્તાવાર નિવાસસ્થાન તરીકે વૈભવી મહેલોને પસંદ કરતા હતા. વાંકાનેર રાજવી તેમાંના એક હતા. રોયલ પેલેસ અને વાંકાનેરનાં રોયલ ઓએસિસ હેરિટેજ હોટેલનો વિશેષ અહેવાલ જી.એસ.ટીવી દ્વારા તૈયાર કરાયો છે. રવિવારે બપોરે 1:30 કલાકે જી.ટી.પી.એલ ચેનલ નંબર 270, ડિસટીવી ચેનલ નંબર 1295, ટાટાસ્કાય ચેનલ નંબર 1710, વિડીઓકોન ચેનલ નંબર 879, ઇન કેબલ ચેનલ નંબર 570 અને ડેન ચેનલ નંબર 592 પર વાંકાનેરનો આ ભવ્ય અને વૈભવી વારસો જોવાનું ચૂકશો નહી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text