મોરબી : સીરામીક કંપની દ્વારા બાઈક લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ

- text


ગ્લોરી સીરામીક કંપનીમાં બહારગામથી નોકરીએ આવતા કર્મચારીઓ માટે ફરજીયાત હેલ્મેટ પહેરીને આવવાનો નિયમ લાગુ કરાયો

મોરબી : મોરબીના લાલપર ગામે આવેલ સીરામીક કંપની દ્વારા કર્મચારીઓની ખેવના કરીને તેમને અકસ્માતથી રક્ષણ આપવા માટે હેલ્મેટ આપવાનો સરાહનીય પ્રયાસ હાથ ધરાયો હતો.જેમાં 35 જેટલા કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરીને ફરજિયાત સીરામીક કંપનીએ હેલ્મેટ પહેરીને જ નોકરીએ આવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

- text

મોરબીના લાલપર ગામે આવેલ ગ્લોરી સીરામીક કંપની દ્વારા તાજેતરમાં કંપનીમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 35 કર્મચારીઓને અકસ્માતથી રક્ષણ આપવા માટે હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ અંગે ગ્લોરી સીરામીક કંપનીના માલિક મનોજભાઈ માધવજીભાઈ સુવરિયાએ જણાવ્યું હતું કે, તેમની સીરામીક કંપનીમાં વિવિધ શાખા પર 35 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે.આ કંપનીનો સ્ટાફ મોરબી શહેર સહિત બહારથી બાઇકમાં નોકરી અર્થે અપડાઉન કરે છે.પણ હાઇવે પર અકસ્માતનું પ્રમાણ વધુ રહે છે.તેથી કંપનીના સ્ટાફને અકસ્માત થવાની સતત ચિંતા રહેતી હોવાથી તેમને અકસ્માતથી બચાવી શકાય તે માટે હેલ્મેટ આપવામાં આવ્યા છે.સાથેસાથે હવેથી ફરજીયાત સીરામીક કંપનીમાં હેલ્મેટ પહેરીને સ્ટાફને આવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.ત્યારે આ સીરામીક કંપનીનો સરાહનીય પ્રયાસ અન્યો માટે પ્રેરણાદાયી બની રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text