ટંકારા નજીક કાર-ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં મોરબીના કાર ચાલકનું મોત

ટંકારા : ટંકરા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોરબીના કાર ચાલક યુવાનનું મોત થતા અરેરાટી મચી ગઇ છે.
બપોરે 12 વાગ્યે મોરબીથી રાજકોટ કાર નંબર GJ 36 L 2167 લઈને જઇ રહેલા વૈભવ ગુણવંતભાઈ પટેલ ઉં.વ.28 નામના યુવકની કારનો ધ્રુવનગર – ટંકારા વચ્ચે એક ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત થતા યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. વૈભવ પટેલ મોરબીના નવા બસ સ્ટેશન પાછળના એક એપાર્ટમેન્ટમાં રહતો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

સ્થળ પરથી અમારા પ્રતિનિધિ દ્વારા મળતી છેલ્લી વિગતો પ્રમાણે વૈભવ પોતાની સફેદ કલરની ફોર્ડ ફિગો કારમાં કામસર રાજકોટ જઇ રહ્યો હતો ત્યારે ધ્રુવનગર બારનાલા પાસે રોડનું કામકાજ ચાલતું હોય એ જગ્યાએ પહોંચતા સામેથી આવતી રાજસ્થાન પાસિંગની ટ્રક સાથે સામસામે જોરદાર ટક્કર થતા વૈભવનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આધારકાર્ડના સહારે વૈભવની ઓળખ મેળવી એમના પરિવારને જાણ કરાતા એમના સ્વજનો ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચી ગયા હતા જ્યાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વધુ તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે અને અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાયવર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne