મોરબી : સ્પેકટ્રમ જોનસન ટાઇલ્સ દ્વારા 150 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : ઢુંવા પાસે આવેલી સીરામીક કંપની સ્પેકટ્રમ જોનસન ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજરોજ 150 જેટલા વૃક્ષોનું વાવેતર ફેક્ટરીના પરિસરમાં કરવામાં આવ્યું છે. સીરામીક નગરી મોરબીમાં સીરામીક ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબીના ઘણા સીરામીક ઉદ્યોગપતિઓ દ્વારા મોરબી શહેરને હરિયાળું બનાવવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઢુંવા, નેશનલ હાઇવે પર આવેલી સ્પેકટ્રમ જોનસન ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કંપનીના ડાયરેક્ટર્સ ચંદ્રકાન્ત પટેલ તથા રાજુભાઈ ઘોડાસરાની આગેવાનીમાં ફેક્ટરી પરિસરમાં કોનોકારપેસ નામના 150 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેનું જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text