મોરબીની તાલુકા પંચાયત કચેરીએ વિવિધ દાખલાઓ કઢાવવાની કામગીરીમાં ધાંધિયા

- text


દરરોજ લાઈનો લાગતો હોય અને વારો ન આવતા વારંવાર ધક્કા થવાથી સૌથી વધુ વિધાર્થીઓની માઠી દશા

મોરબી : મોરબીની તાલુકા પંચાયત કચેરીએ વિવિધ દાખલાઓ કાઢવાની કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ધાંધીયા થઈ રહ્યા છે. આ કામગીરી એકદમ ધીમી ગતિએ થતી હોય અને સામે વિધાર્થીઓનો મોટા સમૂહગણ હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાય છે. સૌથી વધુ વિધાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી જવાબદર તંત્ર દાખલાઓ કાઢવાની કામગીરી સુવ્યવસ્થિત રીતે ગોઠવે તેવી માંગ ઉઠી છે.

શાળા કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે શિક્ષણ માટે વિધાર્થીઓને આવકના દાખલા, જાતિના દાખલા અને બિન અનામત માટેનું સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડતી હોય છે. આથી વિધાર્થીઓ આ દાખલા કઢાવવા માટે સરકારી કચેરીઓમાં જાય છે. પણ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ દાખલાઓ કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જેમાં મોરબીની તાલુકા પંચાયત કચેરીએ છેલ્લા કેટલાક સમયથી ભારે અવ્યવસ્થાને કારણે વિધાર્થીઓને વિવિધ દાખલા કઢાવવામાં ભારે હાલાકી પડી રહી છે. વિધાર્થીઓના જણાવ્યા મુજબ હાલ કોલેજમાં આ દાખલાની જરૂર પડતી હોવાથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ દાખલાઓ કાઢવા માટે તાલુકા પંચાયત કચેરીએ ભારે ઘસારો કરી રહ્યા છે. પણ વ્યવસ્થા યોગ્ય ન હોવાથી લાંબી લાઈનો લાગે છે અને કામગીરી એકદમ ધીમી ગતિએ થતી હોવાથી વારો ક્યારે આવશે એ નક્કી હોતું નથી.

- text

વિધાર્થીઓ કહે છે કે, એક તો લાઇન મોટી હોય છે. જેમાં બિનઅનામત માટેનું સર્ટીફીકેટ કાઢવા માટે પહેલા આવકનો દાખલી કઢાવવો પડે છે. એના માટે લાઈનમાં ઉભા રહ્યા બાદ ત્રણ ચાર ધક્કે છેક અવકનો દાખલો નીકળે છે. પછી સોગંદનામું કરાવવું પડે છે અને ત્યારબાદ બિનઅનામત માટેના સર્ટિફિકેટ કઢાવવા માટે ફરી લાઈનમાં ઉભું રહેવું પડે છે. જેમાં વારો ન આવે તો ધક્કા પર ધક્કા થાય છે. આ રીતે અનેક ધક્કા થતા વિધાર્થીઓનો અભ્યાસ બગડે છે. વિધાર્થીઓ કોલેજમાં રજા રાખીને આવતા હોવા છતાં ઘણી વખત આખો દિવસ વારો ન આવતા હોવાથી વિધાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે. જોકે તાલુકા પંચાયત કચેરીમાં કોમ્યુટર ઓપરેટરની અછત અને નેટ પ્રોબ્લેમ છે. પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તેમ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text