મોરબી : પ્રકાશભાઈ કુબાવત લિખિત બાળપરીની વ્યથા અને બીજી વાર્તાઓ પુસ્તકનું વિમોચન

- text


મોરબી : મોરબીના પ્રકાશભાઈ કુબાવત દ્વારા લખાયેલું બાળપુસ્તક ‘બાળપરીની વ્યથા અને બીજી વાર્તાઓ’નું તારીખ 7ને રવિવારે, મેલડી માતાજીની મંદિર, ઝીકીયાળી, મોરબી ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના પ્રકાશભાઈ કુબાવતે લખેલા બાળપુસ્તકનું તારીખ 7ને રવિવારે વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પ્રકાશભાઈ ઝીકીયાળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનું માનવું છે, કે સાહિત્ય દ્વારા શિક્ષણને વધુ બહેતરીન બનાવી શકાય છે અને માતૃભાષાનું શિક્ષણ પોતે રચેલી વાર્તાઓ દ્વારા આપે તો સોનામાં સુગંધ ભળે. આ પુસ્તક તેઓએ સાહિત્ય અકાદમીના સહયોગથી રચ્યું છે. આ પુસ્તક વિમોચનમાં બાળસાહિત્યકાર અને ‘ટમટમ કિડ્સ’ના મેનેજીંગ તંત્રી મધુકાંત જોશી,યશવંત મહેતા, બાળરોગ નિષ્ણાંત અને સાહિત્યકાર ડો. સતીશ પટેલ, ગઝલકાર કાયમ અલી હઝારી અને જમનાદાસબાપુ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક વિમોચન કાર્યક્રમ બાદ સ્વરુચિ ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text