મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમા રૂ.2.63 લાખના ખર્ચાઓ મંજુર

- text


રૂ.1.07 લાખના ખર્ચે 6 રિવોલવિંગ ચેર તેમજ 18 ખુરશીઓ વસાવાશે : કચેરીમાં રૂ. 33 હજારના ખર્ચે ડસ્ટબીનો નખાશે : ડીડીઓના ક્વાર્ટરમાં રૂ. 78 હજારનું એસી ફિટ કરાશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં રૂ. 2.63 લાખના વિવિધ પરચુરણ ખર્ચાઓને મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.1.07 લાખના ખર્ચે 6 રિવોલવિંગ ચેર તેમજ 18 ખુરશીઓ વસાવવા તેમજ ડીડીઓના ક્વાર્ટરમા રૂ. 78 હજારનું એસી ફિટ કરવવાના ખર્ચને પણ મંજૂરી આપવામા આવી હતી.

મોરબી જિલ્લા પંચાયતની આજે કારોબારી મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિના ચેરમેન હેમાંગકુમાર રાવલ તથા સચિવ પદે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા હાજર રહ્યા હતા. અગાઉ હળવદના ચરાડવામાં તેમજ નવા દેવાળીયામાં વેનેટરી ડીસ્પેનસરીના નિર્માણ કાર્ય માટે 6 માસની મુદત આપવામા આવી હતી. પરંતુ બન્ને સ્થળોએ જુના પશુ દવાખાનાનું ડિમોલિશન ન કરવાથી તેમજ આચારસંહિતાના અમલથી આ કામ શરૂ ન થઈ શકતા કારોબારીમાં આ કામને વધુ 4 માસની મુદત આપવામાં આવી છે.

- text

વધુમાં કારોબારી બેઠકમાં રૂ. 2.63 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે 6 રિવોલવિંગ ચેર તેમજ મુલાકાતીઓ માટે ખુરશી નંગ 18 કિંમત રૂ. 1.07 લાખ, જિલ્લા પંચાયતમા નાના ડસ્ટબીન 93 અને મોટા ડસ્ટબીન 15 માટે રૂ. 33 હજાર, જિલ્લા પંચાયતની ગાડીમાં ઇમરજન્સી લાઈટ નાખવા રૂ. 15,700, અન્ય એક ગાડીમાં ટોપ રીપેરીંગ કરાવવા માટે રૂ.30 હજાર અને જિલ્લા વિકાસ અધિકારીના સરકારી ક્વાર્ટરમાં એસી ખરીદવા માટે રૂ. 78 હજાર મંજુર કરવામાં આવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text