મોરબી : કર સમાધાન યોજનામાં સીરામીક ઉધોગના પ્રશ્નોનું સમાધાન કરવાની મુખ્યમંત્રીને રજુઆત

ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવમાં રૂ.2.50નો ઘટાડો કરાતા સીરામીક એસોના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું મોઢું મીઠું કરાવીને આભાર માનીને સીરામીક ઉધોગના પ્રશ્નોની રજુઆત કરી

મોરબી : મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવમાં ગુજરાત સરકારે રૂ.2.50 ઘટાડો કરતા સીરામીક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી રૂપાણીનું મોઢું મીઠું કરાવ્યું હતું અને ગુજરાત સરકારે તાજેતરમાં બજેટમાં રજૂ કરેલી કર સમાધાન યોજનામાં મોરબીના સીરામક ઉંઘીગના પ્રશ્નોનું સમાધાન કરવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

એનજીટી કોર્ટના હુકમને પગલે કોલગેસ બંધ થતા સીરામીક ઉધોગોને ઓછા ભાવે નેચરલ ગેસ મળી રહે તે માટે ઉધોગોની ચિંતા કરતા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈન્ડસ્ટ્રીયલ ગેસના ભાવમાં રૂ. 2.50નો ઘટાડો કર્યો હતો.જે બદલ સીરામીક એસોના હોદેદારોએ મુખ્યમંત્રીને મળીને આભાર માન્યો હતો.અને હજુ પણ ઉધોગો ગ્રીન ફયુલમા રહે તે માટે ગેસના ભાવઘટાડા માટે પણ રજુઆત કરી હતી. તેમજ ગુજરાત સરકાર દ્વારા બજેટમા કર સમાધાન યોજના જાહેર કરી છે.જેમાં મોરબીના સિરામીક ઉધોગોના પ્રશ્નો નુ સમાધાન પણ તેમા આવે તે માટે પણ રજુઆત કરી હતી.આ તકે મોરબી સિરામિક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ ઊઘરેજા તેમજ વોલ ટાઇલ્સના ઉપપ્રમુખ વિજયભાઈ રંગપરીયા ,મણીભાઈ પટેલ , પ્રકાશભાઈ વરમોરા ,મનસુખભાઇ કૈલા તેમજ મોરબીમાં સૌથી જુના સપ્લાયર રાજુભાઈ (કેસ્ટ્રોલ ) એ મુખ્યમંત્રી રૂપાણીનું મોઢું મીઠું કરાવીને આભાર પણ વ્યક્ત કર્યો હતો અને મોરબી પધારવા માટે ઉદ્યોગકારો વતી આમંત્રણ આપ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne