મોરબી : ભરણપોષણના કેસમાં દર માસે 5 હજાર ચૂકવવા અદાલતે કર્યો હુકમ

- text


અરજી કર્યાની તારીખથી લઈને આજ સુધીની રકમ ચૂકવવા મોરબી ફેમિલી કોર્ટનો હુકમ

મોરબી : મોરબીની ફેમિલી કોર્ટે ભરણપોષણના એક કેસમાં અરજદાર પરિણીતા તરફી ચુકાદો આપતા પતિને દર માસે 5 હજાર પત્નીને ચૂકવવાનો ફેંસલો આપ્યો છે. સાથો સાથ ફરિયાદીએ જે તારીખે અરજી આપી હતી એ તારીખથી શરૂ કરીને આજ દિવસ સુધીની રકમ ચૂકવવાનું ફરમાન પણ કર્યું છે.

- text

કેસની વિગત પ્રમાણે મોરબીના વાઘપરા ગામે રહેતા ડેવિશ રસિકભાઈ પરમાર સામે તેની પત્ની ગીતાબેને તારીખ 11/12/2017ના રોજ ભરણપોષણની અરજી કરી હતી. આજ રોજ ઉઘડતી કોર્ટે પ્રિન્સિપાલ મેજિસ્ટ્રીટ ત્રિવેદી સાહેબે પતિ ડેવીશ રસિકભાઈ પરમારને સીઆરપીસીની કલમ 125 મુજબ પત્ની ગીતાબેનને અરજી કર્યાની તારીખ 11 ડિસેમ્બર 2017થી લઈને આજ સુધી દર માસે રૂપિયા 3500 લેખે તેમજ બાળકી માટે માસિક 1500 લેખે આમ કુલ મળીને રૂપિયા 5000 ચૂકવવાનો હુકમ કર્યો છે. અરજદાર મહિલા ગીતાબેન તરફે બચાવપક્ષના વકીલ તરીકે મોરબીના જાણીતા વકીલ પી.ડી.માનસેતા રોકાયા હતા.

- text