મોરબીમાંથી જીએસટી વિભાગે 22 લાખની વસુલાત કરી

- text


જીએસટીની તપાસ પુર્ણ જાહેર કરાઈ : કરચોરીનો કુલ આંક ૧.૦૩ કરોડ પહોંચ્યો

મોરબી : મોરબી સહિતના શહેરોમા જીએસટી વિભાગે હાથ ધરેલી તપાસ પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે. કરચોરીનો કુલ આંક ૧.૦૩ કરોડ પહોંચ્યો છે. ઉપરાંત મોરબીમાંથી જીએસટી વિભાગે કુલ 40 લાખની વસુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી સહિતના ઘણા બધા શહેરોમાં જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી છે. જીએસટી વિભાગની તપાસમાં કરચોરીનો આંકડો ૧.૦૩ કરોડ સુધી પહોંચ્યો છે. અત્રે નોંધનીય છે, કે જીએસટી વિભાગ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરની કોટન જિનિંગ, એલ્યુમિનિયમ, કોપર તથા મેટલની 11 જેટલી પેઢીઓની તપાસ કરી રહ્યો હતો. આ તપાસને અંતે મોરબીમાં 22 લાખ, રાજકોટમાં 41 લાખ અને સુરેન્દ્રનગરમાં 40 લાખ આમ કુલ ૧.૦૩ કરોડ જેટલી વસુલાત કરવામાં આવી હતી. જીએસટી વિભાગ દ્વારા આદરવામાં આવેલી આ તપાસ બોગસ બિલિંગની આશંકાઓના પાયા પર કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text