હળવદ : આશાવર્કર બહેનોનું વેતન વધારા મામલે વિરોધ પ્રદર્શન

- text


આશાવર્કર બહેનોએ પગાર વધારવાની માંગ સાથે તાલુકા હેલ્થ ઓફીસરને આવેદન આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી

હળવદ : હળવદ તાલુકાની આશા બહેનોએ વેતન વધારાના મુદે રેલી કાઢી તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આશા બહેનો હાજર રહી વિરોધ દર્શાવ્યો હતો. તો સાથે ર૦૦૮થી આરોગ્ય ખાતા સાથે જાડાયેલ આશા બહેનોને માત્ર ર૦૦૦ જેટલો વેતન મળતા આજે આવેદન આપી પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

હળવદ તાલુકાની આશા બહેનોએ આજે પગાર વધારાની માંગ સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તાલુકાના માથક, ટીકર, મયુરનગર, જુના દેવળીયા, સાપકડા, રણમલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા તરીકે જાડાઈ છે જેમાં તાલુકાની આશા બહેનોને ર૦૦૦ રૂ. જેટલો વેતન મળે છે ઉપરાંત અમને વિતરણ પુરૂ મળતું નથી. આથી અમને કાયમી કરવામાં આવે અને અમારૂં વેતન વધારવામાં આવે એવી માંગ આરોગ્ય મંત્રી શ્રી કાનાણી સમક્ષ કરવામાં આવી છે. તો સાથે જ જણાવ્યું હતું કે, અમારૂ વેતન વધારાના મુદ્દે કોઈપણ પગલા લેવામાં નહીં આવે તો તમામ આશા બહેનો હડતાલ કરવા મજબુર બનશે અને તમામ આશા બહેનો પગપાળા ચાલીને ગાંધીનગરમાં હલ્લાબોલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં જણાવ્યું હતું કે, જો અહીં સુધી વેતન મુદ્દે કોઈ નિવેડો નહીં આવે તો જરૂર પડયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફેકસ કરી જાણ કરીશું તેવું ઉમેર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text