મોરબીના રાજપર ગામે પારંપરિક હવન યોજાયો

- text


હવનમાં યજમાન પદે CA દંપતીએ બિરાજીને ધર્મ લાભ લીધો

મોરબી : મોરબીના રાજપર ગામે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના CA યુવા દંપતીએ હવનના બેસીને ધાર્મીક વિધીનો લાભ લીધો હતો.

મોરબીના રાજપર ગામે આવેલ ચોરાના ચોકમાં દર વર્ષે હોમ હવનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના દરેક વ્યક્તિ જોડાઈ છે અને હવનની ધાર્મિક ક્રિયામાં ભાગ લેતા હોય છે. આ હવનમાં બેસવા માટે આગલા દિવસે લોકો ભેગા થઈને બોલી બોલતા હોય છે અને વધુ બોલી બોલનાર હવનમાં બેસાવાનો લાભ લે છે. ત્યારે આ વખતે સૌથી વધુ રૂ.36 હજારની બોલી બોલનાર મોરબીના CA યુવા દંપતિ ધવલભાઈ કેશવજીભાઈ અઘારા અને તેમના પત્ની દિવ્યાબેન અઘારાએ આજે હવનમાં બેસીને ધાર્મિક ક્રિયાનો લાભ લીધો હતો.

- text

 

- text