મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબ યોજાયું : લેખક ડો.સતિષ પટેલે પોતાના પુસ્તકનો પરિચય આપ્યો

- text


500 થી વધુ લોકોએ પુસ્તક પરબનો લાભ લીધો

મોરબી : મોરબીના સરદાર બાગમાં આજે પુસ્તક પરબ યોજાયું હતું. જેનો 500 થી વધુ લોકોએ લાભ લઈને વિવિધ વિષયના મનગમતા પુસ્તકો પોતાના ઘરે વાંચવા માટે લઈ ગયા હતા. જ્યારે જાણીતા લેખક ડો.સતિષભાઈ પટેલે સ્વ લિખિત પુસ્તકનો પરિચય આપ્યો હતો.

મોરબીના પુસ્તક પ્રેમી યુવાનો દ્વારા ખાસ કરીને યુવાનોમાં વાંચન વૃત્તિ કેળવાય તે માટે છેલ્લા ઘણા સમય મોરબીના સરદાર બાગમાં ખુલ્લા આકાશ નીચે વૃક્ષોના આહલાદક વાતાવરણ વચ્ચે પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું છે. માત્ર ગણ્યા ગાંઠ્યા પુસ્તકોથી શરૂ થયેલું પુસ્તક પરબ હાલ વટવૃક્ષ બની જતા પુસ્તક પરબમાં હાલ વિવિધ વિષયના 3 હજારથી વધુ પુસ્તકોનો વૈવિધ્યસભર ખજાનો ઉપલબ્ધ છે. આ પુસ્તક પરબને ભારે પ્રતિસાદ મળતા વાચકોની સંખ્યા વધી રહી છે. અને ખાસ યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આ પુસ્તક પરબનો લાભ લઈને નિયમિત પુસ્તકો વાંચવા ઘરે લઈ જાય છે. ત્યારે આજે રવિવારે સરદાર બાગમાં પુસ્તક પરબ યોજાયું હતું. જેમાં 500થી વધુ લોકોએ લાભ લીધો હતો અને મનગમતા પુસ્તકો વાંચવા માટે લઈ ગયા હતા. આ તકે જાણીતા લેખક ડો.સતિષભાઈ પટેલે સ્વ લિખિત પુસ્તક બાળ ઉછેર બે હાથમાં અંગે યોગ્ય માહિતી પૂરી પાડી હતી અને આદર્શ માતા કસોટી વિશે પણ જાણકારી આપી હતી. એકંદરે આ પુસ્તક પરબ શહેરીજનોની વાંચન ભૂખ ઉઘાડવામાં સફળ થઈ રહ્યું છે.

- text

- text