માળિયામાં હોટેલના ભાડા બાબતે બે સગાભાઇ વચ્ચે મારામારી

- text


માળિયા : માળીયામાં હોટેલના ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ સગાભાઈએ બીજા ભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા સંઘના પેટ્રોલ પંપ પાસે રહેતા યુનુસભાઈ અકબરભાઈ મોવરે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ સલીમ યુનુસભાઈ મોવર સાથે હોટેલના ભાડા બાબતે બોલાચાલી થતા બાદ સલીમેં લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text