મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે પંચાસર રોડ પાસે કરી સઘન સફાઈ

- text


મહિલા કાઉન્સીલર સહિત મોટી સંખ્યા લોકોએ શ્રમદાન કરીને પંચાસર રોડ આસપાસના વિસ્તારને ચોખ્ખો ચણાક કરી નાખ્યો

મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી દર રવિવારે ચાલતું તબીબો સહિતની 150થી વધુ લોકોની ટીમનું સ્વચ્છતા અભિયાન વધુને વધુ અસરકારક બની રહ્યું છે.જેમાં પાલિકા તંત્ર અને કાઉન્સીલરો તથા જાગૃત નાગરિકોનો વધુને વધુ સહયોગ મળતા હવે આ સ્વચ્છતા અભિયાન થકી વિવિધ સ્થળોએ જામેલી વર્ષોની ગંદકી દૂર થઈ રહી છે.દરમ્યાન આજે રવિવારે આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા શહેરના પંચાસર રોડ પરના આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમ તથા મહિલા કાઉન્સીલર સહિતના લોકોએ જોડાઈને અહીંના આસપાસના વિસ્તારોને ચોખ્ખા ચણાક કરી નાખ્યા હતા.

- text

મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની નેમ સાથે તબીબોએ અગાઉ ઉઠાવેલું ઝાડુ હવે અનેક લોકોને પોતાના નાગરિક ધર્મની ઉતરદાયિત્વની જવાબદારી નિભાવવા પ્રેરી રહ્યું છે.તબીબો સહિતના જાગૃત નાગરિકોએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનમાં હવે વધુને વધુ લોકો જોડાતા આ સ્વચ્છતા અભિયાન હવે દિવસેને દિવસે વધુ વેગવંતુ બની રહ્યું છે.જેમાં 150થી વધુ લોકોની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.ત્યારે ગંદકી કો મોરબી શહેર સે દુર ભગાના હૈ ના સંકલ્પ હેઠળ આજે રવિવારે પંચાસર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.જેમાં મોરબી સ્વછતા અભિયાન ટીમના યુવાનો, બહેનો, વડીલો ,નાના ભૂલકાઓ દ્વારા પંચસર રોડ પર હર સિદ્ધિ હનુમાન મંદિર પાસે સઘન રીતે સફાઈ કરવામાં આવી હતી.સ્વછતા અભિયાનમાં આશરે 120 લોકો જોડાયા હતા. સાથે સાથે મોરબી નગર પાલિકાના કાઉન્સિલર જ્યોત્સનાબેન ભિમાણી સહિત મોટી સંખ્યામાં બેહનો પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સાથે પંચાસર રોડ પરના સોસાયટીના લોકો, દુકાનદારોને સ્વછ્તા અંગે જાગૃત કરીને કચરો કચરા પેટીમાં નાખવો એવો સંકલ્પ લેવડાવ્યો હતો.

- text