મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ

- text


મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ

કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો

મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ તેમણે ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.ત્યારે ડ્રિસ્ટ્રીકટ કોર્ટે તેમના આગોતરા જામીન ફગાવી દીધા હતા.કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા હવે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે.

- text

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં અગાઉ મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં પોલીસની તપાસમાં અનેક મોટા માથાઓ બેંનકાબ થયા હતા.આ સિંચાઈ કૌભાંડમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા તથા પૂર્વ સિંચાઈ ઈજનેર, કોન્ટ્રકટર, સિંચાઈ યોજનાનું કામ કરનાર મજુર મંડળીઓના હોદ્દેદારોની પણ ધરપકડ થઈ હતી.ત્યારે આ સિંચાઈ કૌભાંડમાં હજુ પડદા પાછળ રહેલા કેટલાક મોટા માથાની સંડોવણી ખુલવાની શકયતા વચ્ચે થોડા મહિનાઓ અગાઉ હાલ હળવદ રહેતા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તથા હાલના ભાજપના સંગઠન પર્વના હળવદ ગ્રામ્ય વિસ્તારના ઇન્ચાર્જ વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલનું નામ ખુલ્યું હતું.પોલીસની તપાસમાં તેમણે સિંચાઈ કૌભાંડને લગતી બે રજુઆત કરી છે.પહેલી વખતની રજૂઆતમાં તેમણે નાની સિંચાઈ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનું દર્શાવ્યું હતું અને ત્યારબાદની રજુઆતમાં બધું જ ઓકે હોવાનું જણાવતાં તેમની શંકાસ્પદ ભૂમિકા મામલે તેમની ધરપડક તોળાંતી હતી.આથી તેમણે ધરપડકથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.ડ્રિસ્ટ્રીકટ કોટે તેમના આગોતરા જામીન ફગાવી દીધા હતા. આથી આ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની ધરપડકનો માર્ગ મોકળો બન્યો છે.

- text