મોરબીમાં સાપને પકડવા મામલે યુવાન પર બે શખ્સોનો છરીથી હુમલો

- text


મોરબી : મોરબીના રબારીવાસની શેરીમાં નીકળેલા સાપને પડકવાની કોશિશ દરમ્યાન દેકારો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન પર છરીથી હુમલો કર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રબારી વાસમાં રહેતા સંજયભાઈ રામજીભાઈ રાયકા ઉ.વ.30 નામના યુવાને રાહુલ જીવણદાસ બાવાજી અને હાર્દિક ઉફે પ્રેમ દિપકભાઇ ઓડ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની શેરીમાં સાપ નીકળ્યો હતો.તેથી સાપને પકડવાની કોશિશ કરતા હોય પણ આરોપીઓ દેકારો કરતા હોવાથી ફરિયાદીએ દેકારો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓએ ફરિયાદી યુવાનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમના કપાળ પર છરીથી છરકો કર્યો હતો.આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text