મોરબી : અનુસૂચિત જાતિના યુવાનો યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.

રાજયમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરની યોજના 2017-18ના વર્ષથી અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત કરેલા સ્થળે 4 દિવસ માટે 45 યુવક-યુવતીઓની વ્યક્તિત્વ વિકાસ અને તાલીમ શિબિર યોજવામાં આવનાર છે. આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના રચનાની કાર્યપધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વના ગુણો અંગેની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞ દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા – જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તથા નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા માત્ર અનુસુચિત જાતિના યુવક-યુવતીઓએ આગામી તારીખ 31 જુલાઈ સુધીમાં જિ-2બી ખાતે નામ નોંધણી કરાવવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text