માળીયા (મી.) : નિલગાયના શિકાર કેસમાં ફરાર બે આરોપીની શોધખોળ

- text


માળીયા (મી.) : માળિયાના વેણાસર ગામે એક નિલગાયનો નિર્દયતા પૂર્વક શિકાર કરતા ત્રણ ઈસમોને માળીયા મિયાણા પોલીસે પકડી અને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા છે. જેમાં હજુ અન્ય બે આરોપીઓની પણ સંડોવણી હોવાનું જણાતા ફરાર બે શિકારીઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલી રહી છે.

- text

માળીયા મિયાણાના વેણાસર ગામની સિમમાં ગઈ કાલે ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા દેશી બંદૂકથી શિકાર કરવામાં આવ્યો હોવાની જાણકારી માળીયા મિયાણા પી.એસ.આઈ. જે.ડી.ઝાલાને મળી હતી. જેમાં તપાસ દરમ્યાન પાંચ શખ્સોની સંડોવણી ખુલતા પાંચેય વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પ્રાણીની હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ હતી. જેમાં નિલગાયને દેશી બંદૂકની ગોળી મારીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેના આધારે માળીયા મિયાણા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે જુનેદ ઈસ્માઈલ, હનીફ રંભા અને સુલતાન હુસેન નામનાં ત્રણ શિકારીઓની ધરપકડ કરી ફોરેસ્ટ વિભાગને સોંપી દીધા હતા. વનવીભાગે માળીયા મિયાણા પોલીસ મથકે પાંચ ઈસમો વિરુદ્ધ પ્રાણી અત્યાચારના આ હિંસક બનાવનો ગુનો નોંધી અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વન વિભાગની ટીમ હાલ નીલ ગાયનો શિકાર કરવાની ઘટનામાં પાંચ શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગુના હેઠળ આરોપીઓને 3 વર્ષની સજા અને રૂ.25 હજારના દંડની જોગવાઈ છે. જ્યારે વન વિભાગે ત્રણ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ શિકારની ઘટના બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને આરોપીઓ પાસેથી ગેરકાયદે બંદૂક આંચકી લઈને તોડી નાખી હતી. જે બંદૂક વન વિભાગે કબ્જે કરીને આ ઘટનામાં પાંચ કરતા અન્ય વધુ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text