મોરબી જિલ્લાના ગારીયાના વતની એસપી જયરાજસિંહ વાળા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત

- text


આજે એસપી જયરાજસિંહ વાળાનો જન્મદિવસ છે : ધોરણ 10 અને 12 માં ઓછા માર્ક તેમ છતાં મહેનતથી જીપીએસસી પાસ કરી : ભણતરની સાથે ગામમાં પાનની દુકાન ચલાવતાં

વાંકાનેર : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનું નાનું એવું ગામ ગારીયા કે જ્યાં માંડ બે હજારની વસ્તી હશે. ગારીયા ગામના વતની વિક્રમસિંહ વાળા ખેતીવાડી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં. વિક્રમસિંહને બે પુત્રો જેમાં મોટા જયરાજસિંહ અને નાના ઉપેન્દ્રસિંહ. જયરાજસિંહ ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કર્યો ભણવામાં સામાન્ય રહેતાં તેઓએ એસએસસીમાં 48 ટકા અને એચએસસીમાં 56 ટકા મેળવ્યાં હતા. પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગારીયા ગામમાં પાનની દુકાન શરૂ કરી તેમજ સાથોસાથ કોલેજમાં બી.એ. વીથ ઇકોનોમિક્સ કર્યું. તેઓ કોલેજ સિવાયના સમયમાં ખોટો સમય બગાડ્યા વગર પાનની દુકાને હાજર રહેતાં. ગ્રેજ્યુએશન બાદ તેઓએ શહેરી વિકાસ નિગમમાં ત્રણ વર્ષ અને ત્યારબાદ એલ.આઇ.સી ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે જામખંભાળિયામાં ત્રણ વર્ષ ફરજ બજાવી હતી.

જયરાજસિંહએ જીપીએસસી માં સફળતા માટે પણ બે વખત પ્રયત્નશીલ રહેલ. વર્ષ ૨૦૦૧ માં જી.પી.એસ.સી પરીક્ષા પાસ કરેલ પરંતુ ઇન્ટરવ્યૂમાં સફળતા મળી ન હતી તેમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ફરી ૨૦૦૬ માં જીપીએસસીની જાહેરાત થઇ અને તેમાં તેઓએ સફળતા પ્રાપ્ત કરેલ. તેઓએ આ પરીક્ષામાં કોઈ જાતનું કોચિંગ લીધેલ ન હતું જાત મહેનતથી સફળતા પ્રાપ્ત કરેલ. જીપીએસસીની પ્રિલિમ્સ ૮૦ ટકા સાથે પાસ કરી મેઈન્સમાં ૧૦૦૦ માંથી ૬૬૧ માર્ક સાથે ૨૨ માં ક્રમે ડીવાયએસપી બનેલ. જયરાજસિંહના મામા ગોંડલમાં ડેપ્યુટી કલેક્ટર હતા જે તેમના પ્રેરણાસ્ત્રોત છે.

જીપીએસસીની પરીક્ષા પાસ કરી એક નાના ગામના સામાન્ય ખેડૂતપુત્ર એસ.પી. પણ બની શકે એ વાત જયરાજસિંહએ સાબિત કરી બતાવી. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ઓછા ટકા સાથે જીપીએસસી માં પણ બીજા પ્રયત્ને જીદ ન છોડી અને પોતાનું ધાર્યું લક્ષ્ય પાર પાડ્યું. આજે ઓછા માર્ક આવતાં નાસીપાસ થઈ જતાં યુવાનો માટે જયરાજસિંહ પાસેથી પ્રેરણા લેવા જેવું છે કે આર્થિક તંગી અને ઓછા માર્ગ હોવા છતાં તમારી મહેનતથી સફળતા જરૂર મળે છે શરત માત્ર સતત મહેનત અને પોઝિટિવ વિચારો રાખવાથી અસફળતા તમારાથી જોજની દૂર રહેશે.

- text

જયરાજસિંહ એ ડીવાયએસપી તરીકેની તેમની કારકિર્દીમાં પાટણ, અમદાવાદ અને સિદ્ધપુરમાં કાબિલેદાદ કામગીરી કરેલ. પ્રજાને સુરક્ષા અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવામાં તેઓએ સફળતા મેળવેલી. બાદ પ્રમોશન પ્રાપ્ત કરી તેવો સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બન્યા હાલ વડોદરા આઈબી માં તેઓ એસ.પી. તરીકેનો ચાર્જ સંભાળે છે.

તેમના નાનાભાઈ ઉપેન્દ્રસિંહ હાલ તેમના મૂળ વતન ગારિયા ગામે ખેતીવાડી સંભાળે છે અને તેઓ પણ જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છે.

આવા આપણાં મોરબી જિલ્લાના નાના એવા ગામના વતની જયરાજસિંહ વાળાનો આજે જન્મદિવસ છે તેઓને જન્મદિવસ નિમિત્તે મોરબી અપડેટની સમગ્ર ટીમ વતી હાર્દિક શુભકામનાઓ સાથે હર હંમેશા પ્રજાની પડખે ઉભા રહી પ્રજાના સુખ-દુઃખમા મદદરૂપ થાય તેવી અભિલાષા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text