મોરબીના લખધીરપુર ગામે જુગાર રમતા 3 પકડાયા : 4 ફરાર

- text


તાલુકા પોલીસની કાર્યવાહી : રૂ. 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી : મોરબીના લખધીરપુર ગામે ચાલતા જુગરધામ ઉપર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 3 શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે 4 શખ્સો નાસી જવામાં સફળ રહેતા તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર ગામે કેનાલ પાછળ ચાલતા જુગરધામ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડીને કિશન છગનભાઇ ગોલતર, પ્રકાશ ઉર્ફે પકો મહાદેવભાઈ ઇન્દિરિયા, સંતોષ ઉર્ફે મંગો જીવણભાઈ ડેડાણીયા નામના ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા ઈસમો પોતાના બાઇક અને રીક્ષા સહિતના વાહનો મૂકીને નાશી છૂટ્યા હતા.

તાલુકા પોલીસે રોકડ રૂ. 1680 અને વાહનો મળીને કુલ રૂ. 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાતેય શખ્સો સામે ગુનો દાખલ કરીને નાશી છૂટેલા ચાર શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text