મોરબી : મચ્છું માતાની શોભાયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ

- text


નગરદરવાજાથી થઇને રથયાત્રા મચ્છુ માતાના મંદીરે પહોંચશે

મોરબી : મોરબીમાં મચ્છુ માતાની શોભાયાત્રાનો વાજતે-ગાજતે મહેન્દ્રપરાથી પ્રારંભ થઈ ચુક્યો છે. આ શોભાયાત્રા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રથયાત્રા નગરદરવાજે પહોચી છે.અષાઢી બીજને મચ્છુ માતાનો જન્મદિવસ કહેવામાં આવે છે. દર અષાઢી બીજે રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાની શોભાયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ખૂબ ઉત્સાહપૂર્વક મચ્છુ માતાની રથયાત્રાનો મહેન્દ્રપરાથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ રથયાત્રા હાલ નગરદરવાજા પાસે પહોચી છે. આ શોભાયાત્રા નગરદરવાજે થઈને દરબારગઢ પાસે આવેલા મચ્છુ માતાનાં મંદીરમાં પહોંચશે અને ત્યાં પૂર્ણાહુતિ થશે.

- text

આ રથયાત્રા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં રબારી અને ભરવાડ સમાજનાં લોકો દ્વારા ફૂલોનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે અને હુડો રમાઈ રહ્યો છે. ઠેર ઠેર પાણી, છાશ, શરબત વગેરેનાં સેવા કેમ્પો પણ ગોઠવવામાં આવ્યાં છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રા આગળ વધી રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text