મોરબી : હજનાળી પ્રાથમિક શાળામાં કીટ તેમજ ઇનામ વિતરણ કરાયું

લોકશાહી ઢબે બાળ સાંસદની ચૂંટણી અને દાતાઓનું સન્માન થયું

મોરબી : તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ તેમજ ગત વર્ષના 1 થી 8 ધોરણમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ કે જેમાં સ્કૂલબેગ, પાટી, દેશી હિસાબની બુક આપવામાં આવી હતી. આ કિટના દાતાઓ મહેશભાઈ બાબુભાઇ પારેજીયા (સરપંચ), રાજેશભાઇ શામજીભાઈ પરમાર, રમેશભાઈ ભીખાભાઇ રૂદાતલાનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ધોરણ એકથી આઠમા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકશાહી ઢબે બાળ સાંસદોની ચૂંટણી યોજવામાં આવી હતી. જેથી કરીને બાળકોમાં અત્યારથી લોકશાહીના મૂલ્યો સુદ્રઢ બની શકે. આ તકે ગ્રામજનોના સાથ સહકારથી શાળાના આચાર્ય ઉષાબેન ચાવડા સહિત સમગ્ર શાળાના સ્ટાફે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne