મોરબી : ગલ્ફ દેશોમાં ભારતની સીરામીક પ્રોડક્ટ ઉપર 10 ટકા વધુ એન્ટીડમ્પીંગ ડયુટી લગાવવાની હિલચાલ

- text


સીરામીક એસો.ના પ્રમુખો અને સાંસદ મોહન કુંડારિયાની કોમર્સ મીનીસ્ટર પિયુષ ગોયલને યોગ્ય કરવાની રજૂઆત

મોરબી : ગલ્ફના દેશોમાં ભારતની સીરામીક પ્રોડક્ટ ઉપર ચાઈના કરતા 10 ટકા વધુ એન્ટીડમ્પીંગ ડયુટી લગાવવાની હિલચાલ થઈ રહી છે. ત્યારે ૪૦૦૦ કરોડ જેટલુ એકસપોર્ટ કરતા સીરામીક ઉદ્યોગને એન્ટીડમ્પીંગ ડયુટીથી ભારે માઠી અસર થઈ શકે તેમ હોવાથી આ અંગે સીરામીક એસો.ના પ્રમુખોએ સાંસદ કુંડારિયા સાથે મળીને કોમર્સ મીનીસ્ટર પિયુષ ગોયલને આ અંગે યોગ્ય કરવાની રજુઆત કરી છે.

ગલ્ફના (અખાતી) દેશો દ્વારા સિરામીક પ્રોડકટ ઉપર એન્ટીડંમ્પીંગ ડયુટી લગાવવા માટેની તજવીજ ચાલુ છે ત્યારે ચાઇના કરતા ભારત ઉપર ડયુટી વધુ લાગે તેવી શક્યતા હોય આજે સાંસદ મોહનભાઇ કુંડારીયા સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખો તેમજ એન્ટીડંમ્પીંગ કમીટીના મેમ્બરોએ કોમર્સ મીનીસ્ટર પિયુષ ગોયલને રૂબરૂ મળીને રજુઆત કરી અને આ બાબતને ગંભિરતાથી લઇને કોમર્સ મીનીસ્ટર દ્વારા યોગ્ય કરવા માટે અધિકારીઓને સુચના આપી હતી.

- text

ઉલ્લેખનીય છે કે ચાઇના કરતા ભારત ઉપર ૧૦ % વધુ ડયુટી લાગે તેમ હોય ભારતની પ્રોડકટ એકસપોર્ટ કરવુ બહુ જ અઘરૂ પડશે અથવા તો બંધ થઇ જશે. ૪૦૦૦ કરોડ જેટલુ એકસપોર્ટ અખાતી દેશોમા થઇ રહ્યુ છે ત્યારે જો આ એકસપોર્ટ બંધ થાય તો મોરબીના સિરામીક ઉધોગોમા તેની વિપરીત અસર થાય તેમ છે .

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text