હળવદ : બિનવારસી લાશને અવ્વલ મંઝિલે પહોંચાડનાર સેવભાવીનો જીવનદીપ બુઝાયો

- text


હળવદ : હળવદમાં સાથી મિત્રો સાથે બિનવારસી લાશની અંતિમ સંસ્કાર વિધિ કરનાર સેવાભાવી અને હળવદ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફરજ બજાવી ચૂકેલા રણછોડભાઈ મારુડાનું અવસાન થતા ઘેરો શોક વ્યાપી ગયો છે.

હળવદની નગરપાલિકાના ફાયરમેન તરીકે સેવા બજાવી ચૂકેલા અને હળવદ વાલ્મિકી સમાજના અગ્રણી રણછોડભાઈ ગોવિંદભાઇ મારુડાનું દુઃખદ અવસાન થયું છે. દિવંગત રણછોડભાઈમાં નાનપણથી જ સેવાભાવના બીજ રોપાયા હતા. તેથી હળવદ તાલુકામાં ગમે તે સ્થળે બિનવારસી લાશ મળી આવે અને એની જાણ તંત્રને થાય ત્યારે તંત્રના જવાબદાર અધિકારી બિનવારસી લાશના અંતિમ સંસ્કારની જવાબદારી રણછોડભાઈ મારુડાને સોંપતા હતા અને તેઓ પોતાની ટિમ સાથે તુરંત જ સેવાકાર્યમાં લાગી જઈને બિનવારસી લાશ જે તે સ્થળે થી લાવી અને તેની અંતિમ સંસ્કાર વિધિ કરતા હતા.સાથે સાથે હળવદ નગરપાલિકામાં ફાયર ફાઇટર હતું. ત્યારે તેઓ તેમાં ફાયરમેન તરીકે સેવા આપતા હતા અને પોતાના જીવના જોખમે આગને બુજાવવા માટે પ્રયત્નશીલ રહેતા હતા.ત્યારે તેમની અણધારી વિદાયથી હળવદ તાલુકામાં ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે ત્યારે રણછોડભાઈની ખોટ જરૂર સાલશે.

- text

અત્રે એ યાદ અપાવવું રહ્યું કે થોડા ટાઈમ પહેલા શહેરમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે આવેલ એક મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે રણછોડભાઈ અને તેમની ટીમેં ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તે સમયે રણછોડભાઈ આંખમા ગંભીર ઇજા પહોંચી હોવા છતાં પણ આંખ પર રૂમાલ બાંધી પહેલા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને પછી આંખની સારવાર મેળવી હતી.

- text