મોરબી જિલ્લા કક્ષાનો ચિલ્ડ્રન પેઇંટિંગ વર્કશોપ યોજાયો

મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદના ઉપક્રમે જિલ્લા રમત ગમત કચેરી – મોરબી દ્વારા મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે પાંંચ દિવસનો ચિલ્ડ્રન પેઇંટિંગ વર્કશોપ યોજાયો હતો.

તારીખ ૨૫ થી ૨૯ જૂન દરમ્યાન યોજાયેલ આ વર્કશોપમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળાઓમાંંથી કુલ ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનર્સ દ્વારા તાલિમ આપવામાંં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર તાલીમ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક હતી. તાલીમ તેમજ અન્ય તમામ ખર્ચ સરકાર તરફથી જિલ્લા રમતગમત કચેરી મારફત કરવામાં આવેલ હતો.

વર્કશોપના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આર્ટિસ્ટ શિલ્વા પટેલ અને નેહા વાગડિયાએ વર્કશોપમાંં વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. સમગ્ર આયોજન મોરબી જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંંડાવદરાની દેખરેખ હેઠળ યોજાયુંં હતુ. વર્કશોપને સફળ બનાવવા સાર્થક વિદ્યામંંદિરના કેમ્પસ ડાયરેક્ટર નીરવ માનસેતાએ જહેમત ઉઠાવી હતી. આ તકે શાળાના પ્રમુખ કિશોરભાઇ શુક્લએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી અને વહિવટી તંંત્રનો આભાર માન્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne