માળિયા : મોટા દહીંસરા કન્યા શાળામાં બાળમેળો યોજાયો

- text


લાઇફસ્કીલ તથા ઇકોક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાઈ

માળિયા : માળિયા તાલુકા ની મોટા દહીંસરા કન્યા શાળામાં ગઈકાલ તારીખ 2ને મંગળવારે બાળમેળો અને લાઇફસ્કીલ તેમજ ઇકોકલબ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. માળિયાના મોટા દહીંસરાની કન્યા શાળામાં ગઈકાલના રોજ બાળમેળો યોજાઈ ગયો અને લાઇફસ્કીલ અને ઇકોક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કટિંગ કામ, ચિત્ર પ્રવૃત્તિ, વેસ્ટ માંથી બેસ્ટ, લાઇફસ્કીલ અંતર્ગત ઘણા સ્ટોલ બનાવમાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએજ પોતાની અલગ અલગ રીતે સ્ટોલ બનાવીને વસ્તુનું વેચાણ કર્યું હતું. જેમાં ફૂડ સ્ટોલ, શરબત સ્ટોલ, મહેંદી સ્ટોલ જેવા વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. ઇકો કલબ અંતર્ગત શિક્ષકો દ્વારા વિવિધ રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી દ્વારા એટીએમ કાર્ડ બનાવમાં આવ્યું હતું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવમાં મોટા દહીંસરા કન્યા શાળાના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી અને શાળા માં નવા નિમાયેલા પેરાશિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text