વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે રહેતા માથકિયા નુસરતબેન ઈમ્તિયાઝભાઈ ઉ.વ.27 નામના મહિલા આજે સાંજે વાડીએથી ઘર તરફ આવી રહ્યા હતા.ત્યારે વીજળી પડતા વીજળીના અવાજથી તેઓ હેબતાઈ જતા તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

- text