હળવદમાં ખનીજ વિભાગે ઝડપેલુ ડમ્પર અધવચ્ચેથી જ ગાયબ !!

- text


અધિકારીઓ દ્વારા ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી

હળવદ : ખનીજ ચોરી ને સંપૂર્ણપણે ડામી દેવા જિલ્લા કલેકટર દ્વારા તંત્રને કડક આદેશ દેવામાં આવ્યા છે. ત્યારે હળવદ પંથકમાં ચાલતી ખનીજ ચોરી અટકાવવા જિલ્લા ખાણ ખનીજ વિભાગ, હળવદ મામલતદાર, આરટીઓ સહિતનાઓ છેલ્લા થોડા દિવસોથી સક્રિય બનતા રેતી માફિયાઓ માં ભારે દોડધામ મચી જવા પામી છે. આજે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના અજીતગઢ ગામ નજીક એક ડમ્પરને ઝડપી લીધું હતું, પરંતુ ડમ્પર ને હળવદ લાવવામાં આવી રહ્યું હતું ત્યારે અધવચ્ચે ડમ્પર ચાલક ડમ્પરનો ઉલાળીયો કરી નાસી છૂટયો હતો. જેથી અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

આજે સવારના હળવદ તાલુકાના અજીતગઢ ગામ નજીક ખનીજ ભરેલુ એક ડમ્પર જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી લઈ ડમ્પરને હળવદ ખાતે લાવવામાં આવી રહ્યું હતું, ત્યારે ડમ્પર ચાલકે ચાલાકી વાપરી ડમ્પર ને અધવચ્ચે ખાલી કરી નાસી છૂટયો હતો. જેથી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ દ્વારા નાસી છુટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ જરૂરી કાગળ કરી ઉપરી અધિકારીને અધિકારીને મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આજે સવારથી જ ઝડપાયેલા ડમ્પરના ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર નાસી છુટેલ ડમ્પર ચાલક વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે.

અધિકારીઓની રેત માફિયાઓ દ્વારા કરવામાં આવે છે રેકી

હળવદમાં ચાલતી ખનીજ ચોરીના પગલે અધિકારીઓ દ્વારા જ્યારે પણ રેડ પાડવા ઘટનાસ્થળે જતા હોય છે, ત્યારે રેત માફિયાઓ દ્વારા અધિકારીઓની ગાડી પાછળ પોતાની ગાડીઓ દોડાવી અધિકારીઓની રજેરજની માહિતી મેળવતા હોય છે. જેના કારણે રેતી માફિયાઓ પોતાના ટ્રકો આરામથી સલામત સ્થળે ખસેવાના માં સફળ રહેતા હોય છે. આવા શખ્સો વિરુદ્ધ જો કાર્યવાહી કરવામાં આવે તો રેકી કરવાનું બંધ થાય તેમ છે.

- text

વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓ પર નજર રાખતાં રેતી માફિયા

જિલ્લાના ખનીજ માફિયાઓ દ્વારા મોરબી જિલ્લાના કોઈપણ અધિકારીઓ પોતાની કચેરી બહાર નીકળે અથવા તો કોઈ રેડ માં જતા હોય ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓની માહિતી મેળવવા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં સંપૂર્ણ માહિતી વોઈસ મેસેજ દ્વારા આપવામાં આવતી હોય છે. ઘણી વખત તો જે તે અધિકારીઓની ગાડીઓના ફોટાઓ પાડી ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે. હાલતો તંત્ર કરતા ખનીજ માફિયાઓનુ નેટવર્ક વધુ હોવાનું જોવા મળે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text