વાંકાનેરમાં ડો.આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટરની શરૂઆત

- text


શાળાકીય અભ્યાસક્રમ પૂર્ણ ન કર્યો હોય તેવા 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થિઓ માટે ઉચ્ચ શિક્ષણની અમૂલ્ય તક આપતાં અભ્યાસક્રમો

વાંકાનેર : મોરબી જિલ્લામાં એવા ઘણાં બધા વિદ્યાર્થીઓ હશે કે જેને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત નથી થઇ શક્યો કે પરિસ્થિતિને અનુરૂપ નિશાળ છોડવી પડી હોય પરંતુ આજે પણ દિલમાં ક્યાંક તેમને એવું થતું હશે કે જો તક મળે તો અમે પણ ઉચ્ચ અભ્યાસ કરવા માગીએ છીએ તો આવા વિદ્યાર્થીઓ માટે મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટર ચાલું કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય તક આપતા અભ્યાસક્રમોનો કોર્સ આપવામાં આવેલ છે. જેમાં બેચરલ પ્રિપેરેટરી પ્રોગ્રામ, સ્નાતક અભ્યાસક્રમો, અનુસ્નાતક અભ્યાસક્રમો, ડિપ્લોમાં અભ્યાસક્રમ તેમજ સર્ટીફીકેટ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ આંગણવાડી કાર્યકર્તા માટેનો વિશેષ અભ્યાસક્રમ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વોકેશનલ અને પ્રોફેશનલ સર્ટિફિકેટ અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે દરેક અભ્યાસક્રમ માટે વાંકાનેર સ્ટડી સેન્ટરમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા નિયમિત શિક્ષણ આપવામાં આવશે.

- text

અભ્યાસક્રમો માટેની વિસ્તૃત માહિતી તથા પ્રવેશ ફોર્મ સ્ટડી સેન્ટરમાં તા. 02/07/2019 મંગળવાર થી સવારે ૮ થી ૧૧ દરમિયાન આપવામાં આવશે તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2019 છે. વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની સગવડતા પણ આપવામાં આવશે. વધુ માહિતી માટે કો. ઓર્ડીનેટર શ્રીમતી શીતલબેન શાહ મો. 9428281024 તેમજ વહીવટી અધિકારી યજ્ઞેશભાઇ ભટ્ટ મો. 8511200580 પર સંપર્ક કરવો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text