માળીયાની મામલતદાર કચેરીમાં આઉટસોર્સના કર્મચારીની હડતાલ

- text


ત્રણ માસથી પગાર ન ચૂકવતા 10 કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા અરજદારો હેરાન પરેશાન

માળીયા : માળીયાની મામલતદાર કચેરીના આઉટસોર્સના 10 જેટલા કર્મચારીઓ પગાર મુદે આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે.આ કર્મચારીઓને ત્રણ માસનો પગારના મળતા આજથી હડતાલ ઉપર ઉતરી જતા અરજદારો હેરાન પરેશાન થયા હતા.આ કર્મચારીઓએ જ્યાં સુધી ત્રણ માસનો પગાર ન ચૂકવાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.

માળીયાની માલતદાર કચેરીમાં જુદીજુદી શાખામાં 10 જેટલા આઉટસોર્સના કર્મચારીઓ ફરજ બજાવે છે.પણ આ કર્મચારીઓ છેલ્લા ત્રણ માસના પગારથી વંચિત છે.તેથી આઉટસોર્સના કર્મચારીઓએ થોડા દિવસ પહેલા કલેકટર અને મામલતદારને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ કોટ્રાક્ટર બેઇઝ પર માળીયા મામલતદાર કચેરીમાં વિવિધ શાખામાં ફરજ બજાવે છે.પરંતુ કોન્ટ્રકટર કંપનીએ તેમનો ત્રણ માસનો પગાર ન ચૂકવતા કર્મચારીઓને ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે.આથી આ મુદ્દે યોગ્ય ન્યાય ન મળે 1 જુલાઈથી હડતાલ પડવાની ચીમકી આપી હતી પણ જવાબદાર તંત્રએ આ બાબતને ગંભીરતાથી ન લેતા અંતે પગાર મુદે ન્યાય મેળવવા માટે આજથી મામલતદાર કચેરીમાં આઉટસોર્સના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા.આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અગાઉની કોન્ટ્રાકટ કંપનીએ કર્મચારીઓને એક વર્ષનું પીએફ પણ ચૂકવ્યું નથી.તેમજ હવે કંપની બદલાઈ ગઈ છે અને નવી કોન્ટ્રકટ કંપનીએ પણ ડાડાઇ કરીને ત્રણ માસનો પગાર ચૂકવ્યો નથી.તેથી કર્મચારીઓને હડતાલ પડવાની ફરજ પડી છે.અને જ્યાં સુધી ત્રણ માસનો પગાર ન ચૂકવાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવ્યું છે.મામલતદાર કચેરીમાં કર્મચારીઓની હળતાલથી અરજદારોના કામો અટવાતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text