હળવદ : મારામારીના કેસમાં ચાર આરોપીઓ સામેની હદપારીની શરતને હાઇકોર્ટ રદ કરી

- text


હળવદ : હળવદના મેરૂપર ગામે મારામારીના કેસમાં પડકાયેલા 4 આરોપીઓને જમીન પર મુક્ત થયા બાદ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશ નહિ કરવાની શરતને હાઇકોર્ટ રદ કરી હતી.

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના કેસમાં પોલીસે આરોપીઓ ભુપત ભગવાનજી રાજપૂત, હરજી ભગવાનજી રાજપૂત, વાઘજી રૂપાભાઈ રાજપૂત અને રણજિત હીરાભાઈ કોળીની ધરપડક કરી હતી.જોકે હળવદના મેજિસ્ટ્રેટ સાહેબે આ ચારેય આરોપીઓ જમીન પર છૂટ્યા બાદ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશ નહિ કરવાની શરત મૂકી હતી.આથી આરોપીઓ તરફે રોકાયેલા મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચણિયાએ આ ગંભીર શરતને હાઇકોર્ટમાં પડકારી હતી અને તેમની વાજબી દલીલોના આધારે હાઇકોર્ટ આ ચારેય આરોપીઓ સામેની હદપારીની શરતને રદ કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text