વાંકાનેરમાં ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડયાનો લોકજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેરમાં ભારત જન વિજ્ઞાન જાથા એ ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ માટે ભાટિયા સોસાયટીમાં નકારાત્મક આગાહીઓની હોળી કરેલ તથા અવકાશી ગ્રહો અને ગ્રહણો કેવી રીતે થાય છે તેઅંગેની રસપ્રદ માહિતી આપી હતી.

જયંત પંડ્યા દ્વારા જણાવવામાં આવેલ કે માનવીને ગ્રહો, ગ્રહણો, ભૂત-પ્રેત, ડાકણ, સુરાપુરા, પિતૃઓ વિગેરે નડતા નથી પરંતુ જીવિત માણસો કે નજીકના સગા સંબંધીઓ માણસ ને નડે છે તે અંગેની વિસ્તૃત માહિતી આપેલ. વિજ્ઞાનજાથા એ દેશભરમાં 9800 થી વધુ કાર્યક્રમો આપી લોકોને જાગૃત કરી પોતાનો પરિવાર સમાજ કેમ સુખી થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમો અવારનવાર યોજે છે. વધુમાં તેમણે જણાવેલ કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ અવકાશમાં માત્રને માત્ર પરિભ્રમણની રમત અને ભૂમિતિના સિદ્ધાંત મુજબ થાય છે ગ્રહણ કદી પણ માનવજાતને નળતો નથી કે હાનિકારક નથી તેને સંબંધીત ભારતમાં સદીઓથી ગ્રહણના નિયમો બનાવેલ છે તે વર્તમાન સમયમાં અપ્રસ્તુત અને અવૈજ્ઞાનિક છે.

- text

વિજ્ઞાન જાથા દ્વારા ચેલેન્સ કરવામાં આવેલ એક પણ ચમત્કારી પોતાનો ચમત્કાર સાબિત કરવા આવેલ નથી તેનાથી સાબિત થાય છે કે દુનિયામાં ચમત્કાર જેવું કશું નથી હા સૌથી મોટો ચમત્કાર એ માનવ શરીર અને કુદરત જ છે. વિજ્ઞાનજાથા ધર્મ ભક્તિ કે માનવનો દુશ્મન નથી પરંતુ ખોટા દોરા ધાગા, અંધવિશ્વાસ કે ભૂવાઓને ખુલ્લા પાડવા માટે લોક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.

આજના આ કાર્યક્રમમાં વાંકાનેરના ચોડાભાઈ પરસોંડા, ગોરધનભાઈ મિસ્ત્રી, બીપીનભાઈ મિસ્ત્રી, મગનભાઈ પ્રજાપતિ, ડાયાલાલ, ભરતભાઈ, જયંતીભાઈ દલસાણીયા, ઘોઘાભાઈ, ગોંડલીયાભાઈ, સુંદરભાઈ નાવાણી તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી અંધશ્રદ્ધા વિરુદ્ધ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવી આ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text