મકનસર ગામ પાસે દેશી દારૂ સહિત 17 હજારના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા હતા. મોટાપાયે દેશી દારૂનું વેંચાણ કરતા આ ઈસમો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. દિનેશભાઇ બાવળિયા, હિતેશભાઈ ચાવડા અને ઉજવલદાન ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન મોરબી તાલુકાના મકનસર ગામ પાસેથી પસાર થતા ડિસ્કવર મોટરસાયકલ પર પસાર થતા બે શંકાસ્પદ ઇસમોની જડતી દરમ્યાન 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બન્ને ઈસમો લાખા ચનાભાઈ ચાવડીયા ઉં.વ. 23, રહે. રાજકોટ તથા વનરાજ કનાભાઈ કાંજીયા ઉં. વ.25, રહે. જાંબુડિયા (વીડી.), તા.વાંકાનેર, જી.મોરબી વાળાને મો.સ.નં. GJ 03 HC 2489 કિંમત રૂ.15000 તથા દેશી દારૂ 100 લીટર કિંમત રૂ. 2000 આમ કુલ મળી રૂ. 17000ના મુદ્દામાલ સાથે અટક કરી મોરબી.તા.પો.સ્ટે.માં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text