કોંગ્રેસની ભ્રસ્ટાચારના વિરોધમાં નીકળેલી ટ્રેકટર યાત્રા હળવદ પોહચી : પરેશ ધાનાણી રહ્યા હાજર

- text


ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડના વિરોધમાં કોંગ્રેસે ગાંધીધામથી ગાંધીનગર ટેક્ટર યાત્રા કાઢવામાં આવી

હળવદ : ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડોના વિરોધમાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કઢાવામાં આવી છે. આ ટેક્ટર યાત્રા હળવદ આજે સાજે પહોંચી હતી.જેમાં વિરોધ પક્ષના ને પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા તેમજ હળવદ કોંગ્રેસના આગેવાનો જોડાઈને ખેડૂતોના વિકાસ મુદેની સરકારની નીતિ રીતિની ઝાટકણી કાઢી હતી.

ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે કૌભાંડો થયાના આક્ષેપો સાથે આ બાબતે સરકારને ઢંઢોળવા અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કાઢાવામાં આવી છે. આજે 40થી વધુ ટેક્ટરો સાથેની આ યાત્રા હળવદ પહોંચી હતી. જેમાં વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજરી આપી હતી અને રાજ્ય સરકારની નીતી રીતી સામે સવાલો ઉભા કર્યા હતા આતકે હળવદ કોગ્રેસના જેન્તીભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ,ડૉ અનીલભાઈ પટેલ,વાશુદેવભાઈ પટેલ, જટુભા ઝાલા,ઓધાભાઈ ઠાકોર,સહિત ના કોગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા આ ટ્રેકટર યાત્રા કાલે રાત્રે હળવદ ખાતે રોકાણ કરીને આજે સવારના થઈ હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text