હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક ખનીજચોરી સામે તંત્રનું ભેદી મૌન વલણ

- text


મયુરનગર, અજતગઢ, મીયાણી સહિતના ગામો પાસેની બ્રાહ્મણી નદીના પટ્ટમાં કરેલા હજારો ટન રેતીના સટ્ટા તંત્રને કેમ ધ્યાને આવતા નથી!

હળવદ : હળવદ પંથકમાં બેફામ ખનીજ ચોરી વચ્ચે તંત્રે બે દિવસ સુધી નાટકીય ઢબે કાર્યવાહી કરીને આજે પાણીમાં બેસી જતા હળવદ પંથકમાં ખનિજચોરો બે લગામ બનીને ગેરકાયદેસર ખનિજની હેરાફરી કરી રહ્યા છે. જ્યારે આજે હળવદના મીયાણી, અજિતગઢ, માયુરનગર સહિતના ગામોમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટ્ટમાં હજારો ટન રેતીના ઢગલા કરેલા હોવા છતાં તંત્રને કેમ આ ખનીજ ચોરી દેખાતી નથી. શું તંત્ર આ ખનિજચોર સામે ઘૂમટો તાણી રહ્યુ છે કે ખનિજચોરો સાથે સાંઠગાંઠ છે, તેવો સવાલ ઉઠ્યો છે. એકંદરે હળવદ પંથકમાં ખુલ્લેઆમ થતી ખનીજ ચોરી સામે તંત્ર આંખ આડા કાન કરવાની વૃત્તિ લોકોને અકળાવી રહી છે. ત્યારે આજે પણ સાંજના ખનીજ અધિકારીઓને સંતાકૂકડી રમાંડી રેતી માફિયાઓ હળવદમાંથી રેતીની ટ્રકો પસાર કરવામાં સફળ રહ્યા હતા. જોકે ખનીજની ગાડી પાછળ દોડતા રેતી ભરેલી ટ્રક હવામાં અલોપ થઈ ગઈ હતી. વાત જે પણ હોય પરંતુ હાલ તો તંત્ર કરતા રેત માફીયાઓની તાકાત વધુ હોવાનો તાલ સર્જાયો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખનીજ અને મામતદાર હળવદમાં ચાલતી ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકોને ક્યારે અટકાવે છે.

- text

રેતી માફિયાઓએ ખનીજની ગાડીમાં હવા કાઢી નાખી..?

હળવદ પંથકમાં જાણે ખનીજ માફીયાઓએ ખનીજ ચોરી કરવાની સોગંદ ખાધીલીધી હોય તેમ કોઈપણ રીતના ખનીજ ચોરી અટકાવવાનું નામ નથી લેતા, ત્યારે અત્યંત વિશ્વાસુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજની બોલેરો ગાડીમાં અધિકારીઓ હળવદ હાઈવે પરની એક હોટલમાં જમવા ગયા હતા, ત્યારે કોઈ ખનીજ માફીયાઓએ ખનીજના અધિકારીઓ રેતી ભરેલી ટ્રકોનો પીછો ન કરે તેવા ઈરાદા સાથે બોલેરો ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખી હતી. ત્યારે અહીં સવાલ એ થાય છે કે આજે તો માત્ર ટાયર માંથી હવાજ નીકળવામાં આવી છે, આવનાર દિવસોમાં આવા તત્વો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો કોઈ ખનીજ માફિયાઓની તાકાતમાં બમણો વધારો થઈ શકે તેમ છે. ત્યારે ખનીજના અધિકારીઓએ પણ હોટલના સીસીટીવી કેમેરા મેળવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text