ટંકારા : અષાઢી બીજના રોજ મચ્છુ માતાજીની રથ યાત્રા ધામધૂમથી ઉજવવા જોરશોરથી તૈયારી

- text


ટંકારા : શ્રી મચ્છુ મિત્ર મંડળ દ્વારા આયોજીત મચ્છુમાંની વિશાળ શોભાયાત્રા અંતર્ગત તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર વાજતે ગાજતે ફરશે ત્યારે ભવિકોમાં અત્યારથી આયોજન અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુમાંની અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભવ્ય રથયાત્રાનુ પૂર્વ આયોજન એના અંતિમ ચરણમાં પહોંચ્યું છે. સવારે 10 વાગ્યે ધ્વાજારોહણ કરી ટંકારાના રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરશે. બપોરે મહાપ્રસાદ ગામસમસ્ત માટે મહાપ્રસાદનું આયોજન થયું છે. આગામી 4/7/19ને ગુરૂવારે ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુમાંના મંદિરેથી ધ્વાજારોહણ કરી રથયાત્રા ટંકારાના રાજમાર્ગો પર માલધારી સમાજની પંરપરાગત વેશભૂષા સાથે નીકળશે ત્યારે ગૌવાળોથી આખુગામ ગોકુળયુ બની જશે. દેરીનાકા રોડથી રથયાત્રા દયાનંદ સરસ્વતી ચોક, ધેટીયાવાસ, લોવાસ, ઉગમણા નાકા મેઈન બજાર, લક્ષ્મી નારાયણ મંદિર સહીતના વિસ્તારોમાં ફરશે. શોભાયાત્રાના સમાપન સમયે સમુહમાં મહાપ્રસાદ યોજાશે. આ માટે આયોજકો અને ભાવિકો સહિત નગરજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text