હવે બાળકો પણ મોટેરાઓને પગલે : પ્રી-સ્કૂલના ભૂલકાઓએ 200 વૃક્ષો વાવ્યા

- text


મોરબી : શહેરમાં આ વર્ષે પડેલી કાળઝાળ ગરમીના પગલે નાગરિકોમાં વૃક્ષારોપણ કરવા અને વૃક્ષોની જાળવણી અંગે ગજબની જાગૃતિ આવી છે. તમામ ઉધોગગૃહો અને નાગરિકો દ્વારા સ્વંયભુ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ત્યારે મોટેરાઓની સાથે નાના ભૂલકાઓ પણ આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાયા છે. કહેવાય છે કે બાળકો કુમળા છોડ સમાન હોય છે. એને વાળો એમ વળે. અત્યારથી જ જો આવનારી પેઢીને વૃક્ષોનું મહત્વ સમજાશે તો પર્યાવરણના જતન પ્રત્યે તેઓ સજાગ બનશે. યુવા પેઢી ગ્લોબલ વોર્મિંગની વૈજ્ઞાનિકોની ચેતવણીને ગંભીરતાથી સમજતી થાય અને ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવા તમામ લોકો પોતાનું યોગદાન આપે એ આવનારા સમયની માંગ છે. આવા કટોકટી કાળમાં બાળકોને પર્યાવરણ પ્રેમી બનાવવા જરૂરી છે. આના ભાગ રૂપે ડોલ્સ એન ડ્યુડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ દ્વારા ગ્રીન ડેની ઉજવણીના ભાગ રૂપે નાના ભૂલકાઓને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૃક્ષોનું વાવેતર કરાવાયું હતું. અંદાજે 200 જેટલા વૃક્ષો સંસ્થાના માર્ગદર્શન હેઠળ પાંચ વરસથી નાના બાળકોના હસ્તે વવાયા હતા. આ તકે બાળકોને વૃક્ષોની જરૂરિયાત, એની માવજત અને માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. બાળકોએ પણ ભણતરની સાથેની આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાના યોગદાન માટે સંકલ્પ લીધા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text