મોરબી : યુવાનની હત્યા કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

- text


યુવાન વાંકાનેરના રાતાવીરડા ગામે કથિત મોબાઈલ ચોરીમાં પડકાયો હોવાની પોલીસ કર્મચારીને બે આરોપીઓ જાણ કર્યાનું ખુલતા બન્ને ઝડપી લેવાયા

મોરબી : મોરબીના મકનસર ગામ પાસે નવા બની રહેલા પોલિસ હેડક્વાર્ટર પાસે એક યુવાનની હત્યાના ગુનામાં તાલુકા પોલીસે અગાઉ હેડક્વાર્ટરમાં ફરજ પર મુકાયેલા પોલીસ કર્મચારી તથા પાંચ જીઆરડી જવાનોની ધરપડક કરી હતી.ત્યારે આ યુવાનની હત્યા કેસમાં બે શખ્સની સંડોવણી ખુલતા તાલુકા પોલીસે આજે આ બન્ને આરોપીની ધરપડક કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના મકનસર ગામ પાસે નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પરથી એક યુવાનની થોડા સમય પહેલા હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.આ બનાવની તાલુકા પોલીસે તપાસ કરતા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ માટે મુકાયેલા એક પોલીસ કર્મચારી તથા પાંચ જીઆરડી જવાનોએ યુવાનની હત્યા કર્યાનું ખુલ્યું હતું.જેમાં વાંકાનેરના રાતાવીરડા ગામે એક યુવાનને મોબાઈલ ચોરીમાં પડકીને સ્થાનિકો માર મારી રહ્યાની જાણ થતાં પોલીસ કર્મચારી સહિત છ શખસોએ યુવાનને ત્યાંથી પોલીસ હેડક્વાર્ટર પાસેની સાઈટમાં લાવીને ઢોર માર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું.બાદમાં પોલીસે સાઈટના કોન્ટ્રાકટ રાકેશ છોટાલાલની ફરિયાદ પરથી આરોપી પોલીસ કર્મચારી કિશોર છગનભાઇ ગોવાણી, જીઆરડી જવાનો હાર્દિક ઉફે લાલો ડાયાભાઈ બરાસરા, કમલેશ ઉફે કમભાઈ સુખદેવભાઈ દેગામાં, સુરેશભાઈ દેવરાજભાઈ બાબરીયા, મુકેશભાઈ ઉફે મુકો મોહનભાઇ પરમાર, મહેશભાઈ કાનજીભાઈ પરમારની અગાઉ ધરપડક કરી હતી અને આ છ આરોપીઓના રિમાન્ડ પુરા થતા જેલહવાલે કરાયા છે.દરમ્યાન આરોપી પોલીસ કર્મચારીને વાંકાનેરના રાતાવિરડા ગામે મોબાઈલ ચોર પકડાયો હોવાની ફોનમાં જાણ કરનાર ખીમાભાઈ ઉફે ખીમો જેરામભાઈ કોળી ઉ.વ.55 રહે રાતાવિરડા અને અરવિદ ઉફે મનિયો જેસીગભાઈ ઉડેચા ઉ.વ.25 રહે સરતાનપરની તાલુકા પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text