મોરબી : મોનાર્ક સીરામીકમાં 350 વૃક્ષોનું વાવેતર કરાયું

- text


મોરબી : ચોમાસાની પધરામણી થઈ ગઈ છે ત્યારે મોરબીના વિવિધ ઉધોગકારો દ્વારા પોતપોતાની રીતે વિવિધ જગ્યાઓ પર ઘનિષ્ઠ વૃક્ષરોપણની ઝુંબેશ શરૂ થઈ છે. જેના ભાગ રૂપે ત્રણ ઉધોગકારોએ એકઠા થઇ 350 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે.
મોરબીના મોનાર્ક સીરામીક, ઘોરીયાણી સિલિકેટ અને ધોરીયાણી ગ્લાસનાં ભાગીદારો પ્રફુલભાઈ કાલરીયા, ભરતભાઇ પરેચા, કલ્પેશભાઈ ચોપાણી, નરેશભાઈ અને ચંદુભાઈ બાવરવાએ સાથે મળીને 350 વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું છે. આ તમામ વૃક્ષોની માવજત કરીને મોરબીની પ્રદુષિત બનતી જતી હવામાં ઓક્સિજનની માત્રા વધે એ માટે આવનારા દિવસોમાં પણ તેઓ પ્રયત્નશીલ રહેશે એવો કોલ પણ ઉધોગપતિઓ દ્વારા અપાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text