વાંકાનેરમાં તાપણું કરતા વૃદ્ધા દાઝયા : સારવાર દરમ્યાન મોત

- text


વાંકાનેર : વાંકાનેરમાં તાપણું કરી રહેલા વૃદ્ધા દાજી જતા સારવાર દરમ્યાન એમનું મોત નીપજ્યું છે. પોલીસે આ સંદિગ્ધ બનાવની તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના પરવેઝ પાર્કની બાજુમાં આવેલા અખિયાણા સોસાયટીમાં રહેતા આણંદઅલી કાસમ રૈયાણી ઉં.વ.88 ગઈ કાલે ઘર પાસે તાપણું કરતા સમયે અકસ્માતે દાઝી ગયા હતા. આથી પહેલા વાંકાનેર અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા એમનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે દાઝી જવાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text