કોંગ્રેસની ભ્રસ્ટાચારના વિરોધમાં નીકળેલી ટ્રેકટર યાત્રા માળીયા પોહચી

ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડના વિરોધમાં કોંગ્રેસે ગાંધીધામથી ગાંધીનગર ટેક્ટર યાત્રા કાઢવામાં આવી

મોરબી : ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડોના વિરોધમાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કઢાવામાં આવી છે. આ ટેક્ટર યાત્રા માળીયા મિયાણામાં આજે પહોંચી છે.જેમાં મોરબીના કોંગી આગેવાનો જોડાઈને ખેડૂતોના વિકાસ મુદેની સરકારની નીતિ રીતિની ઝાટકણી કાઢી હતી.

ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે કૌભાંડો થયાના આક્ષેપો સાથે આ બાબતે સરકારને ઢંઢોળવા અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કાઢાવામાં આવી છે. આજે 40થી વધુ ટેક્ટરો સાથેની આ યાત્રા માળીયા મિયાણામાં પહોંચી હતી. જેમાં મોરબીના કોંગી અગ્રણી કે.ડી.બાવરવા, કિશોરભાઈ ચીખલીયા, ખેડૂત આગેવાન પાલ આબલિયા સહિતના આગેવાનો જોડાયા હતા અને ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડનો વિરોધ કર્યો હતો. આ ટ્રેકટર યાત્રા આજે રાત્રે હળવદ ખાતે રોકાણ કરીને કાલે સવારે રવાના થશે તેવું જાણવા મળ્યું છે.