હળવદમાં બીજા દિવસે ખનિજચોરોની માત્ર એક ગાડી પકડી, અનેક ગાડીઓને હાથ પણ ન લગાડ્યો!

- text


ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર સહિતના તંત્રએ બે દિવસ સુધી ખનિજચોરી અટકાવવા માટે નાટકીય ઢબે કરેલી કામગીરીથી ખનીજ માફિયા સાથે સાંઠગાંઠ હોવાની પ્રબળ શંકા

હળવદ : હળવદ પંથકમાં બેફામ ખનિજચોરી વચ્ચે કલેકટરે સ્થાનિક તંત્રને ખનિજચોરીને કડક હાથે ડામી દેવાની સૂચના આપી હતી.પણ ખાણ ખનીજ વિભાગ, મામલતદાર અને આર.ટી.ઓ સહિતના તંત્રને મને કમને આ કાર્યવાહી કરવી પડી હોય તેમ ખનીજચોરી અટકવાની કાર્યવાહીના નામે નર્યું તુર્ત જ કર્યું હતું.ગઈકાલે માત્ર બે ગાડી પકડી લીધા બાદ આજે પણ નાટકીય ઢબે કાર્યવાહી કરને માત્ર એક જ ગાડી પકડી હતી.જોકે આજે દિવસભર ચાલેલી કામગીરી વચ્ચે અનેક ખનીજ ભરેલી ગાડીઓ પસાર થઈ હતી.જેને તંત્રએ હાથ પણ લગાડ્યો ન હતો.તેથી તંત્રની ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાની પ્રબળ શંકા ઉદભવી છે.જોકે તંત્રની સાંઠગાંઠ હોય કે આળસવૃત્તિ જવાબદાર હોય પણ કુદરતી સંપદાને મોટું નુકસાન થઈ રહ્યું છે.તે અવગણી શકાય એમ નથી.

- text

હળવદના મીયાણી, અજીતગઢ, મયુરનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થી પસાર થતી બ્રામણી નદીના પટમાથી પાછલા ઘણા સમયથી સફેદ રેતિનો કાળો કારોબાર તંત્ર ના નાક તળે બેરોક ટોક પળે ચાલી રહ્યો છે ત્યારે ખનીજ માફીયાઓએ માં સમાન બ્રાહ્મણી નદી ને વિન્ધિનાખી મોટા પ્રમાણમાં રેતી ચોરી કરી લઇ ગયા છે ત્યારે આજે માત્ર એક ગાડી રેતીની ઝડપી લઈ જવાબદાર તંત્ર એ સંતોષ માન્યો છે.જોકે આજે ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર સહિતના તંત્ર દ્વારા દિવસભર કામગીરી ચાલી હતી અને ખનીજ ભરેલી અનેક ગાડીઓ દિવસભર રાબેતા મુજબ ધમધમતી રહી હતી.જેમાં ખનિજચોરીની પુરેપરી શકયતા હોવા છતાં તંત્રના હાથે માત્ર એક જ ગાડી ઝપટે ચડી હતી અને બાકીની ગાડીઓ સાથે તંત્રે ઘૂમટો તાણી લીધો હતો.જેથી લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કા તો તંત્રને ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ છે અથવા તો ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં તંત્રના હાથ થર થર કાપે છે કારણ જે હોય તે પણ નુકશાન તો ખનીજ સંપદાનું થઈ રહ્યું છે.તે બાબતને કેમેય કરીને હળવાશથી લઈ શકાય તેમ નથી.જોકે ધાગધ્રા તરફથી હળવદમાં આવતી માટી ભરેલી ગાડીઓને પણ તંત્ર ક્યારેય હાથ લગાડતું નથી.તેથી ખનીજ માફિયાઓની તાકાત તંત્ર કરતા વધુ કહી શકાય એમ છે.ત્યારે તંત્ર ખરેખર નિષ્ઠાપૂર્વક કડક કાર્યવાહી કરે તો હળવદમાં થતી બેફામ ખનિજચોરી અટકાવી શકાય એમ છે.

- text