વાંકાનેરના ઢુવા સબસ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી (SBO)ની ગંભીર બેદરકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન

- text


વાંકાનેર : વાંકાનેરમાં સીરામીક હબ ગણાતું ઢુવામાં આવેલ ૬૬ કેવી સબ સેન્ટરમાં ફરજ બજાવતાં એક કર્મચારી કંટ્રોલ રૂમનો CUG મોબાઈલ અવારનવાર સ્વીચ ઓફ કરી નાંખે છે જેથી ગ્રાહકો અને પી.જી.વી.સી.એલ.ના સ્ટાફને કંટ્રોલરૂમનો સંપર્ક થઈ શકતો નથી તેમજ આ મહાશય દ્વારા મનફાવે તેવું વર્તન કરી બેજવાબદારી ભર્યું વલણ અપનાવી ગ્રાહકો તેમજ સ્ટાફને હડધુંત કરી રહ્યા છે.

સબ સ્ટેશન કંટ્રોલમાં મુખ્યત્વે લાઇન રીપેરીંગ માટે પાવર સપ્લાય ચાલુ કે બંધ કરવાની જવાબદારી હોય છે કોઇ પણ ઇમરજન્સી સંજોગો માટે કંટ્રોલરૂમનો CUG નંબર અતિ મહત્વનો સાબિત થાય છે પરંતુ આ મહાશય તે CUG નંબર સ્વીચ ઓફ કરી નોકરીના સમય દરમિયાન આરામ ફરમાવે છે.

આ મહાશય અગાઉ પણ લાઈન ચાલુ કરતી વખતે ગંભીર બેદરકારી દાખવેલ જેમાં લાઇન રીપેરીંગ કામ ચાલું હતું તે દરમિયાન બેદરકારી દાખવી વીજ લાઈનમાં પાવર સપ્લાય ચાલું કરતાં એક કર્મચારી વીજકરંટના લીધે ઈજાગ્રસ્ત થયેલ સદનસીબે તેમનો જીવ બચી ગયેલ પરંતુ આ કર્મચારી હજી પણ પોતાની જવાબદારી સમજ્યા વગર બેદરકારી ભર્યું વલણ અપનાવતા હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓમાં એમના પ્રત્યે નફરત પેદા થઈ છે.

- text

ચોમાસાના ઈમરજન્સી સમયમાં આ મહાશયની કોઈ બેદરકારીના લીધે ગંભીર પ્રકારનો બનાવ ન બને અને ગ્રાહકો અને લાઇનમેન પ્રત્યે આ મહાશય વ્યવહારિક વર્તન કરે તેવું ઉચ્ચ અધિકારીઓ પાસે અપેક્ષિત છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text