વાંકાનેરમાં કોથળાના ભાવ બાબતે યુવાનને માર માર્યાની ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેર લિબાળા ગામે કોથળાના ભાવ બાબતે બોલાચાલી કરીને એક શખ્સે ભંગારના ડેલાવાળાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લીબાળા મેઈન બજારમાં ભંગારનો ધંધો કરતા ઇસ્માઇલભાઈ ઉસ્માનભાઈ ચારોલીયા ઉ.વ.38 નામના યુવાને બાબુભાઇ ભલાભાઈ ભરવાડ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બન્ને વચ્ચે કોથળાના ભાવ મામલે માથાકૂટ થયા બાદ આરોપી ફરિયાદીને બેલ્ટથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text