મોરબીમાં જીએસટી વિભાગનું મેગા ઓપરેશન : 55 જગ્યાઓ પર દરોડા

મોરબી સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્ટેટ જીએસટીના દરોડા

મોરબી : મોરબી,રાજકોટ, ગાંધીધામ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં સ્ટેટ જી.એસ.ટી.દ્વારા એક સામટા દરોડા પાડવામાં આવ્યાની માહિતી મળી રહી છે. જેમાં મોરબીમાં મેગા ઓપરેશન હાથ ધરી એક સાથે 55 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે. આ દરોડાઓ દરમ્યાન મોટી માત્રામાં બે નંબરનું સાહિત્ય જપ્ત કરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ જીએસટીના અનેક અધિકારીઓની ટીમ દ્રારા રાજ્યના મોટા ભાગના શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબીના 55 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે રાજકોટના 10 સ્થળો પર ગાંધીધામમાં 10થી વધુ સ્થળ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે વહેલી સવારથી સ્ટેટ જીએસટીના અધિકારી દ્રારા રાજકોટ, મોરબી ગાંધીધામ સહિત રાજ્યના મોટા ભાગના શહેરમાં કાર્યવાહીથી અનેક ધંધાર્થીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જોકે મોરબીમાં સ્ટેટ જીએસટીના દરોડાની કાર્યવાહીના પગલે બે નંબરના ધંધાર્થીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.

હાલ સમગ્ર મામલે અમદાવાદના સ્ટેટ જીએસટીના આસિસ્ટન્ટ કમિશ્નર દ્રારા મોનીટરીંગ કરી પુરા રાજ્યમાં જે પ્રકારે જીએસટીની ચોરી કરવામાં આવી રહી છે તેને રોકવા માટે હાલ વિવિધ ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરીને સાહિત્ય જપ્ત કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તમામ સાહત્યની ચકાસણી કરી જે જગ્યાએ ગેરરીતિ માલુમ પડશે એ તમામને દંડ ફટકારીને વસુલાત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne