મોરબી સહિતના શહેરોમાંથી જીએસટી વિભાગે 6030 કરોડના બોગસ બીલિંગના વ્યવહારો ઝડપ્યા

- text


સ્ટેટ જીએસટી વિભાગની મેગા ડ્રાઇવ રહી સફળ : મોરબીના 55 સહિત રાજ્યના 282 સ્થળોએ પાડવામાં આવ્યા હતા દરોડા

જીએસટીના અમલ પછીનું કરચોરો સામેનું આ સૌથી મોટું ઓપરેશન : જીએસટી વિભાગે તપાસ દરમિયાન અનેક ઇનપુટના આધારે બોગસ બીલના આધારે વેરાશાખ મેળવી હોય તેવા વેપારીઓની પણ નોંધ લીધી

મોરબી : મોરબીના 55 સહિત રાજ્યના 282 સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. સ્ટેટ જીએસટી વિભાગે આ રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવમાંથી રૂ. 6030 કરોડના બોગસ બીલિંગ વ્યવહારો ઝડપી પાડ્યા છે. ઉપરાંત હજુ પણ રેડના સ્થળોએ આગળની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આજે રાજ્યવ્યાપી દરોડા પાડીને મેગા ડ્રાઇવ ચલાવી હતી. જેમાં જીએસટી વિભાગની ટીમોએ 282 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં મોરબીમાં 55, અમદાવાદમા 84, સુરતમાં 62, ભાવનગરમા 17, વાપીમાં 16, ગાંધીધામમાં 13, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 9, વડોદરામા 7 અને અન્ય જગ્યાએ 9 મળી કુલ 282 સ્થળોએ રેડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન તપાસ અધિકારી પાસેથી મળેલ પ્રાથમિક વિગતો મુજબ અંદાજે રૂ. 6030 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો ઝડપાયેલ છે. આવા વ્યવહારોમાં ખોટી વેરાશાખ મેળવવા માટેના બોગસ બિલોના વ્યવહારો અને ટર્નઓવર વધારવા સરક્યુલર બિલીંગના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. જેમાં અંદાજે રૂ. ૯૧૦ કરોડનો વેરો સંડોવાયેલ છે. સાથોસાથ બોગસ બિલથી વેરાશાખ મેળવી લીધી હોય તેવા હજારો વેપારીઓ પણ જીએસટી વિભાગ ધ્યાને આવેલ છે.

- text

તપાસની કામગીરી બાદ બોગસ બિલીંગમાં સંડોવાયેલ અને આ પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધારને શોધીને તેઓની સામે કાયદા મુજબના કડક પગલાઓ લેવામાં આવશે. આવા જીએસટી નોંધણી નંબર રદ કરી FIR અને ધરપકડ સહિતની નિયમાનુસાર કડક કાર્યવાહીકરવામાં આવશે. વધુમાં બોગસ નોંધણી નંબર આધારે ઈસ્યુ થયેલ બિલ કે ઇનવોઇસની મદદથી ખોટી વેરા શાખ મેળવી કર ચોરી કરતા વેપારીઓ શોધી કાઢી તેની સામે પણ નિયમાનુસાર ધરપકડ, બેંક અને મિલકત ટાંચ દ્વારા વસૂલાત વગેરે કાર્યવાહી કરવામાં આવશે.

આ દરોડાની કાર્યવાહી ડો. પી. ડી. વાઘેલા IAS, ચીફ કમિશનર (સ્ટેટ ટેક્ષ), ગુજરાતના માર્ગદર્શન અને ડો. અજય કુમાર સ્પેશિયલ કમિશનર IAS, (સ્ટેટ ટેક્ષ),ગુજરાતની સીધી દેખરેખ હેઠળ થઇ રહેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં જીએસટીના અમલ પછી કરચોરો સામે હાથ ઘરેલુ આ સૌથી મોટું ઓપરેશન છે. બોગસ બિલિંગના કારણે સરકારની આવકમાં ઘટાડો થાય છે. સાથોસાથ મોટાભાગના પ્રામાણિક વેપારીને બોગસ બિલ મેળવનાર વેપારી સામે સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બને છે. વધુમાં વિવિધ એસોસિએશન અને વેપારી મંડળ દ્વારા પણ બોગસ બિર્લીંગ કરનારાઓની સામે કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવે છે. જેથી બોગસ બિલીંગ કરનાર વ્યક્તિ સામે ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેમ જીએસટી વિભાગ દ્વારા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text